આધાર કાર્ડ: સરકારે તમામ દેશવાસીઓને જાણ કરી છે કે તમે 14 જૂન 2024 સુધી તમારા આધાર કાર્ડ ને મફતમાં અપડેટ કરાવી શકો છો જો તમે પછી તમારો આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે દર અપડેટ માટે ₹50 ચાર્જ ચૂકવવો પડશે તેથી જો તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો તો તેની 14 જૂન પહેલા પૂર્ણ કરો.
અવારનવાર સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ વાયરલ થઈ રહ્યા છે જેને લોકો સાચી માની અનુસરવા લાગે છે આવા જ એક ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો 10 વર્ષથી વધુ જૂનું આધાર કાર્ડ જવું જૂન સુધી અપડેટ નહીં કરાવવામાં આવે તો તેને બંધ કરી દેવામાં આવશે.
દાવો ખોટો:
આ દાવાને ખોટો ગણવા માં આવ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે આ ગેરસમજણ કદાચ સરકારની એ જાહેરાતને કારણે ફેલાય છે જેમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવામાં આવી હતી.
UIDA એ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ નહીં થાય તો પણ તેને બંધ કરવામાં આવશે નહીં. આ અગાઉ આધારકાર્ડને ફ્રી માં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી જે વધારી 14 જૂન કરવામાં આવી છે આ લંબાવવામાં આવેલી તારીખને કારણે કેટલાક લોકોને ગેરસમજણ થઈ હતી કે 14 જૂન પછી આધાર કાર્ડ બંધ થઈ જશે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે.
સરકાર આધાર કાર્ડ ની માહિતી ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ વધારીને 14 જૂન 2024 કરીશ અને આ સમયગાળા દરમિયાન આ સુવિધા બિલકુલ મફત છે પરંતુ જો આધાર કાર્ડ તેવા કેન્દ્રની મુલાકાત લઈને આધાર કાર્ડ કોઈપણ માહિતી અપડેટ કરવી હોય તો તેના માટે થોડી ફી ચુકવવાની રહેશે ઉદાહરણ તરીકે જો તમે તમારા આધાર કાર્ડમાં તમારો ફોન નંબર ઉમેરવા માંગો છો તો તમારે સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને અપડેટ ફિ ચૂકવવી પડશે.
UIDAI નું કહેવુ છે કે, આધાર કાર્ડ ધારકોએ ગભરાવાની જરૂર નથી આધાર કાર્ડ 10 વર્ષ સુધી અભ્યાસ ન થાય તો પણ કામ કરતું રહેશે વાસ્તવમાં આ સ્પષ્ટતા એટલા માટે આપવામાં આવી રહી છે જેથી ખોટી માહિતી દૂર કરી શકાય અને લોકોને ખાતરી આપી શકાય કે તેમના આધાર કાર્ડ હજુ પણ માન્ય છે.
UID એ સોશિયલ મીડિયા પર કહ્યું કે આધાર કાર્ડ ધારકો ને લાભ આપવા માટે મફત દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાની સુવિધા 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી છે આ મફત યોજના માય આધાર કાર્ડ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
આધારકાર્ડ ઓનલાઇન કેવી રીતે અપડેટ કરવું
UIDAI ની પોતાની અપડેટ કરેલી વેબસાઈટ ઓપન કરો https://ssup.uidai.gov.in/ssup/
આ વેબસાઈટ પર જઈને લોગીન પર ક્લિક કરો અને બહાર આ અંકનો વિશેષ આધાર નંબર નાખો તે કેપ્ચા કોડ દેખાય છે તો તેને પણ નાખો.
તમારા આધારકાર્ડ સાથે લીંક કરેલી મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મેળવવા માટે સ્ટેન્ડ ઓટીપી પર ક્લિક કરો પ્રાપ્ત થયેલ otp દાખલ કરો.
સર્વિસ ટેપ માં આધાર અપડેટ ઓનલાઇન પર ક્લિક કરો આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરો અને તમે જે વિગતો બદલવા માંગો છો તેને પસંદ કરો.
તમારા આધારકાર્ડ પરનું હાલનું નામ સ્ક્રીન પર દેખાશે જરૂરી ફેરફારો કરવા માટે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. માહિતી બદલાય છે કે નહીં તે ચેક કરી લો તમારી માહિતી તે મુજબ અપડેટ કરવામાં આવશે.