Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડ્યું હતું. જેના કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે. બાબરામાં આ સમયગાળા દરમિયાન સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આજે રાજ્યના સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના આ વિસ્તારોમાં મેહૂલિયો મન મૂકીને વરસશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.
ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડ્યું હતું. જેના કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવનઃ અંબાલાલ
બંગાળના ઉપસાગરના શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા છે. આ સાથે આજથી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. આ વિસ્તારોમાં 40 કિમીની ગતિએ પવન ફૂંકાશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આજે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
‘ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા’
વરસાદની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, આજથી નડિયાદ, આણંદ, અમદાવાદ, વડોદરા પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
28 જૂન સુધીમાં પડશે સારો વરસાદઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 20મી જૂનથી ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
ખેડૂતોને આપી સલાહ
ખેડૂતોને સલાહ આપતા તેઓએ કહ્યું કે, ખેડૂતો માટે હજી મોડું થયું નથી. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલું થશે, આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે. મૃગશીશ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |