Gujarat vidyapith Recruitment 2024 : ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની ભરતી

Gujarat vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગુજરાતની ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠ છે.અને અને તેમાં નોકરી મેળવી આપ અમદાવાદમાંજ આપને સારા પગાર સાથે વિદ્યાપીઠમાં કામ કરવાનો સારો અનુભવ પણ મળશે. આ વિદ્યાપીઠમાં નોકરી મેળવવા માટે જો આપ ઈચ્છુક છો અને લાયકાત ધરાવો છો તો આપ તારીખ 18 જૂન 2024 સાંજના 4.00 કલાક સુધી તમારી અરજી ઓનલાઇન સબમિટ કરી શકો છો. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ એમ બે વિભાગમાં બમ્પર જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Gujarat vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બમ્પર ભરતી

ભરતી કરનાર સંસ્થાનું નામગુજરાત વિદ્યાપીઠ
ભરવાની પોસ્ટનુંનામશૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફ
જગ્યાઓની સંખ્યા15+76
પગાર17000 થી 75000 રૂપિયા માસિક
શૈક્ષણિક લાયકાતSSC /અનુસ્નાતક
અરજી કરવાની છેલ્લી તારીખ18 જૂન 2024
અરજી કરવાની વેબ સાઇટhttps://gujaratvidyapith.org/

જગ્યાઓની શૈક્ષણિક સ્ટાફ

આસિસ્ટન્ટ પ્રોફેસર કુલ જગ્યા 15

  • અંગ્રેજી : 2
  • સોસિયોલોજી : 01
  • એજ્યુકેશન : 03
  • લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સ: 01
  • ફિઝિકલ એજ્યુકેશન : 02
  • માઇક્રોબાયોલોજી: 01
  • મેથેમેટિક્સ : 01
  • કોમ્પ્યુટર સાયન્સ : 02
  • યોગ : 01

બીન શૈક્ષણિક સ્ટાફ : 76 જગ્યાઓ

  • ડેપ્યુટી રજીસ્ટર : 01
  • આસિસ્ટન્ટ રજીસ્ટાર : 03
  • મ્યુઝિયમ ક્યુરેટર: 01
  • મ્યુઝિયમ કોર્ડીનેટર : 01
  • રિસર્ચ ઓફિસર: 05
  • યુનિવર્સિટી એન્જિનિયર : 01
  • આસિસ્ટન્ટ એન્જિનિયર : 04
  • પ્રાઇવેટ સિક્યુરિટી : 02
  • પર્સનલ આસિસ્ટન્ટ : 02
  • આસિસ્ટન્ટ આર્કિવિસ્ટ : 01
  • કંઝરવેશનાલિસ્ટ: 01
  • ટેકનિકલ આસિસ્ટન્ટ :01
  • ક્રાફ્ટ આસિસ્ટન્ટ :03
  • પ્રુફ રીડર :01
  • વોર્ડન : 08
  • રિસેપ્શનાલિસ્ટ :02
  • લોવર ડિવિઝનલ ક્લાર્ક :19
  • ડ્રાઇવર :02
  • મલ્ટિંગ સ્ટાફ : 3
  • ગ્રાઉન્ડ મેન : 04
  • સિક્યુરિટી ગાર્ડ :11

પગાર ધોરણ

ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે વિવિધ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે સામાન્ય પગાર ધોરણ 12000 થી લઈને 75 હજાર સુધી પ્રતિ મહિને નક્કી કરવામાં આવ્યો છે જે તમારી લાયકાત અને શૈક્ષણિક આધાર પર નિર્ભર કરે છે વધુ નીચે નોટિફિકેશનમાં વિગતો આપેલી છે જેને વાંચીને તમે અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત :

ગુજરાત વિદ્યાપીઠની આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત વિદ્યાપીઠના ધારા ધોરણ અનુસાર અને જગ્યાઓને અનુરૂપ રાખવામાં આવેલી છે. વિવિધ જગ્યાઓ માટે ssc થી અનુસ્નાતક સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારોનો આ જાહેરાતમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉમેદવારોએ તેમની અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતનું નોટિફિકેશન પહોંચી લીધા પછી જો તેઓ જગ્યાને અનુરૂપ પાત્રતા અને લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરવા વિનંતી છે.

અરજી કરવાની પ્રક્રિયા :

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ https://www.gujaratvidyapith.org પર તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે અથવા લેટેસ્ટ નોટિફિકેશન જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમે અરજી ફોર્મ ભરી શકો છો અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો 18 જૂન પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે નીચે નોટિફિકેશનની વિગતો વાંચી શકો છો.

Leave a Comment