BSF 10th 12th Pass Govt Job: સીમા સુરક્ષા દળમાં ધોરણ-10 તથા 12 પાસ માટે કુલ 141+ જગ્યાઓ પર ભરતી

BSF 10th 12th Pass Govt Job: સીમા સુરક્ષા દળમાં ધોરણ-10 તથા 12 પાસ માટે કુલ 141+ જગ્યાઓ પર ભરતીનો મોકો આવી ગયો છે. જો તમે પણ આ ભરતીમાં પસંદગી પામવા માંગો છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખ, પદ, લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા અરજી પ્રક્રિયાની માહિતી જાણવી જરૂરી છે.

BSF 10th 12th Pass Govt Job

સંસ્થા/વિભાગનું નામસીમા સુરક્ષા દળ
પદવિવિધ
જાહેરાત તારીખ14 મે 2024
અરજી શરૂઆત તારીખ21 મે 2024
અરજી છેલ્લી તારીખ17 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://rectt.bsf.gov.in

પોસ્ટના નામ:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સબ ઇન્સ્પેકટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા ઇન્સ્પેકટરના પદ પર ભરતી આયોજિત કરવામાં આવી છે.

ખાલી જગ્યા:

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કુલ 141 ખાલી જગ્યાઓ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં સબ ઇન્સ્પેકટરની 14, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની 85, કોન્સ્ટેબલની 39, હેડ કોન્સ્ટેબલની 01 તથા ઇન્સ્પેકટરની 02 જગ્યા ખાલી છે.

શેક્ષણિક લાયકાત:

બોર્ડર સિક્યોરિટી ફોર્સની આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જેમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈટીઆઈ તથા અન્યનો સમાવેશ થાય છે. કઈ પોસ્ટ માટે કઈ શેક્ષણિક લાયકાત જરૂરી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકશો.

વયમર્યાદા:

સીમા સુરક્ષા દળની આ ભરતીમાં આવેદન કરવા માટે જરૂરી વયમર્યાદા અમુક પોસ્ટ માટે 18 થી 25 વર્ષ જયારે અમુક પોસ્ટ માટે 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોનો આરક્ષિત કેટેગરીમાં સમાવેશ થાય છે તેઓને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પગારધોરણ:

BSFની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 19,900 થી લઈ રૂપિયા 1,42,400 સુધી પગારધોરણ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ:

BSFની આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

કઈ રીતે અરજી કરવી?

  • મિત્રો, જો તમને જાતે ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.rectt.bsf.gov.in” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment Openings” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

જરૂરી તારીખો:

ભરતીમાં નોટિફિકેશન એટલે કે જાહેરનામું 14 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તથા અરજી જમા કરવાની શરૂઆતની તારીખ 21 મે 2024 છે અને છેલ્લી તારીખ 17 જૂન 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવા માટે ઇચ્છુક અરજદારોએ આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી કારણ કે આ તારીખ પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી અહીં ક્લિક કરો

Leave a Comment