Smartphone Sahay Yojana 2024:સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ વિશે માહિતી મેળવીશું. Smartphone Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.
Smartphone Sahay Yojana 2024
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી |
આ યોજનાનો ઉદ્દેશ શું? | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે |
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે? | રાજ્યના ખેડૂતો |
સહાય | રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય. |
ઓફિશીયલ વેબસાઈટ | Ikhedut Gujarat |
અરજી કરવા માટેની તારીખ | ૧૮/૦૬/૨૦૨૪ ના સવારે ૧૦.૩૦ કલાકે ઓનલાઈન ચાલુ થશે. |
આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે.
- સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
સ્માર્ટફોન સહાય યોજના હેતુ
રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.
Smartphone Sahay Yojana 2024 માં મળવાપાત્ર લાભ
આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે. હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
- ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
- ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
- દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
- અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો Smartphone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
- સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
- મોબાઈલનો IMEI નંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
- ખેડૂત લાભાર્થી દ્વારા Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવાની રહેશે.
- અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.
ખેડૂત સ્માર્ટફોન યોજના હેઠળ ખરીદીના નિયમો
- આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
- આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
- નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
- સહી કરેલ પ્રિન્ટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |