શાળા પ્રવેશોત્સવ તૈયારી શરૂ, બાળકોને મળશે સ્કૂલબેગ અને તથા સ્ટેશનરી મફત

શાળાઓના પ્રવેશોત્સવ માટે સ્કૂલમાં સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના આયોજનો કરાવવામાં આવશે અને કેટલીક શાળાઓમાં જ્યાં પહોંચી શકે ત્યાં સરકારી કર્મચારીઓને મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

શાળા પ્રવેશોત્સવ તૈયારી શરૂ

  • મુખ્યમંત્રી મંત્રીઓ આઈએસઆઈપીએસ ગામોગામ જઈ અને બાળકોને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવશે
  • છ વર્ષ પૂરા કરનાર જે ધોરણ એક માં એડમિશન પૂરા નહીં થયેલા હોય તો બાલવાટિકામાં પ્રવેશ આપશે
  • વર્ષ 2003થી ગુજરાતના પ્રાથમિક ક્ષેત્રે શાળા પ્રવેશ બાળકોનું નામાંકન વધારવા માટે શાળાઓની અંદર પ્રવેશોત્સવ ની શરૂઆત કરાઈ હતી જે પરંપરા હજુ યથાવત છે સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન મેળવે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે આગામી તારીખ 27 થી 29 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે
  • શહેરી વિસ્તારની સરકારી શાળાઓને અગામી 27 થી 29 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા સૂચના પણ આપી દેવામાં આવેલી છે 27 થી 29 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી મંત્રી મંડળના મંત્રીઓ અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે ગામે જઈ પ્રવેશપાત્ર બાળકોને વાજતે ગાજતે શાળાની અંદર પ્રવેશ કરાવશે.

વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ અપાશે

દર વર્ષે રાજકોટ સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો શાળાએ આવતા થાય તેના માટે વિવિધ રમતો રમાડવામાં આવે છે આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પણ સ્કૂલના અને આંગણવાડીના ભૂલકાઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ સ્ટેશનરીની વસ્તુઓ આપવામાં આવે છે.

તો મિત્રો આ રીતે આ વર્ષે શાળાઓની અંદર શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવવાનો છે અને તેના લીધે ઘણા બધા બાળકો એડમીશન પણ મેળવી અને શિક્ષણની નવી શરૂઆત કરશે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી ચાલે છે નવા શૈક્ષણિક વર્ષ 2024/25 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નવી શૈક્ષણ નીતિની અમલવરી ગત વર્ષથી કરવામાં આવતા 6 વર્ષ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે છ વર્ષથી નાના અને પાંચ વર્ષ પૂર્ણ કરેલ બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરેલો છે.

Leave a Comment